બનાસકાંઠા જીલ્લા વનરક્ષક વનપાલ યુનિયન ના પ્રમુખ વાઘજીભાઈ ચોધરી એ સરકાર ને ચેતવણી આપતા કહ્યું કે જો ટૂંક સમય માં હકારત્મક નિર્ણય નહીં લેવાય તો ઉપવાસ પર ઉતરવા ની ચીમકી ઉચ્ચારી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વનરક્ષક/ વનપાલ તારીખ 06 09 2022 થી અચોક્કસ મુદતની રજા ઉપર છે ત્યારે આજ દિન સુધી અમારી માગણીઓનો કોઈ સુખદ નિરાકરણ ના આવતા રાજ્યના સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લામાં માન્ય વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષો વાવી સંદેશ પહોંચાડવા ના કાર્યક્રમ ના અનુસંધાને આજ રોજ પારપડા ગામ ના રામદેવ પીર મંદિર ખાતે વનરક્ષક વનપાલ કર્મચારી મંડળ દ્વારા માનનીય વડાપ્રધાન જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષ વાવી વૃક્ષને લીલી પટ્ટી બાંધી તેમજ દરેક કર્મચારીઓ ખાખી પેન્ટ અને વાઈટ ટીશર્ટમાં લીલી પટ્ટી ધારણ કરી મંડળની માગણીઓ સૂત્રોચાર સાથે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ને સંદેશ સાથે પોતાની માગણીઓ અવગત કરવા તેમજ સત્વરે સ્વીકારવા અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવા મજબૂર ન કરવા વિનંતી કરી હતી જોકે આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વનરક્ષક વનપાલ યુનિયન ના પ્રમુખ વાઘજીભાઈ ચોધરી તેમજ બનાસકાંઠા જીલ્લા ના સમગ્ર વનપાલ વનરક્ષકો ઓએ હાજરી આપી ઉગ્ર વિરોધ કરતા સુત્રોચાર કર્યો હતો