ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ઇન્ટરનેશનલ ક્રિકેટ માંથી નિવૃત્તિ જાહેર કરી છે અને ipl માં પણ સુરેશ રૈના રમતો જોવા નહિ મળે.સુરેશ રૈના ભારતીય ક્રિકેટ માં ઓલરાઉન્ડર તરીકે ઓળખાતા હતા.તે બેટિંગ પણ કરતો હતો સાથે બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ તેનું પ્રદશન ખૂબ સારું હતું.ક્રિકેટમાં ખેલાડી માટે દશકો હોય છે અને તે દશકામાં તેનું પ્રદશન બેસ્ટ બનતું જાય છે.પણ એક એવો સમય આવે છે જેના કારણે તેને ટિમ ની બહાર બેસવાનો સમય આવતો હોય છે અને આવું જ કંઈક સુરેશ રૈના સાથે જોવા મળ્યું હતું.રવિન્દ્ર જાડેજા ટીમમાં આવ્યા બાદ સુરેશ રૈનાને જગ્યા મળવું ખૂબ મિશકેલ બન્યું હતું પણ ipl માં સુરેશ રૈનાનું પ્રફોમન્સ ખૂબ સારું રહ્યું હતું હવે તે ipl માં પણ રમતો જોવા નહીં મળે.સુરેશ રૈનાએ પણ IPLમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી પણ રમતા જોવા મળશે નહીં. મંગળવારે રૈનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે આ અવસર પર એક ખાસ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રૈનાની કેટલીક જૂની તસવીરો બતાવવામાં આવી છે. વીડિયો જોયા બાદ ફેન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. સુરેશ રૈનાને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સમાં ‘ચિન્ના થાલા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાના ટ્વીટમાં રૈનાએ હંમેશા તેને સપોર્ટ કરવા બદલ ચાહકોનો આભાર માન્યો છે. રૈનાએ ટ્વીટ કરીને લખ્યું, “આપણા દેશ અને રાજ્ય યુપીનું પ્રતિનિધિત્વ કરવું એ એક સંપૂર્ણ સન્માનની વાત છે. હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરવા માંગુ છું. ચેન્નાઇ સુપર કિંગ્સના ચાહકો ખૂબ ઇમોશનલ થઈ ગયા છે.સુરેશ રૈનાની ipl અને ઇન્ટરનેશનલ માંથી નિવૃત્તિના સમાચાર સાંભળી ચાહકો ઇમોશનલ થયા છે.