બનાસકાંઠામાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા 14 ડિસે.થી ઘરે ઘરે ફરી ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. 3 દિવસમાં 1.65 લાખ લોકોનો સર્વે કરતાં 7 નવા ટીબીના દર્દીઓ જોવા મળ્યા છે. જિલ્લામાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 6293 છે. કોરોના અને ટીબીના લક્ષણો મહદઅંશે સરખા હોવાથી સર્વેમાં આ અંગે ખાસ તકેદારી લેવાઇ રહી છે.
મહામારીના સમયે કોરોના અંગેના ટેસ્ટની પ્રક્રિયા દરમ્યાન ચોંકાવનારી બાબત એ બહાર આવી છે કે, કોરોના અને ટી.બી.ના લક્ષ્ણો સરખા હોય જેથી કોરોનાનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હોય તેવા લોકોએ ટી.બી.ના રોગ અંગે તપાસ તબીબ પાસે કરાવી આવશ્યક બની છે. રાજય સરકાર દ્વારા ઘરે-ઘરે ટી.બી.ના રોગ અંગે અને સર્વે હાથ ધરાયો છે. જિલ્લા ક્ષય અધિકારી ડો. ચંદનબેન લખાણી એ જણાવ્યું હતું કે” જિલ્લાના 14 તાલુકાના ગામોમાં mphw અને આશા બહેનો દ્વારા ટીબીના શંકાસ્પદ કેસો શોધવા કામગીરી કરવામાં આવી રહી છે. ટીબી માટે છાતીનો એક્સરે અને બે ગળફાની માઇક્રોસ્કોપી દ્વારા તપાસ કરાવી જોઈએ. તમામ ટીબીના દર્દીને સરકાર દ્વારા મહિને 500 રૂપિયાની ટીબીના કોર્ષ દરમિયાન સહાય આપવામાં આવે છે અને તે બેંક એકાઉન્ટમાં જમા કરાય છે.2 અઠવાડિયા કે તેથી વધારે સમયથી ઉધરસ આવતી હોય, ગળફા સાથે લોહી આવું, છાતીમાં દુખાવો થવો, ભૂખ ના લાગવી, વજન ઘટી જવો, સાંજે જીણો-જીણો તાવ આવવો, પરસેવો આવવો આવા લક્ષણો જણાય તો ટીબીની તપાસ કરાવવી જરૂરી છે.