થરાદની નર્મદા કેનાલ ઉપર 4 કરોડના ખર્ચે બનાવેલ ફોલ્ડિંગ લોખંડના બ્રિઝ ઉપરથી ભારે વજન વાળા રીએક્ટરો પસાર કરવાની કરાઈ શરૂઆત, 50 માણસોની ટીમ સાથે એક રિએક્ટરો નર્મદાની મુખ્ય કેનાલ પરથી પસાર કરાયું, બીજા રીએક્ટરને પસાર કરવા તજવીઝ હાથ ધરાઈ, એક રિએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1,148 મેટ્રિક ટનનું, ડિસેમ્બર 2021 માં દહેજથી મહાકાય રિએક્ટરો રોડ માર્ગે રાજસ્થાનના પંચપદ્રરા રિફાઇનરી માટે નીકળ્યા હતા, સાત મહિના અગાઉ મુન્દ્રા થી બાય રોડ બે રિએક્ટરને કરાયા હતા રવાના, 200 કિલો મીટર માં 28 બાયપાસ રોડ બનાવી રિએક્ટરને લવાયા હતા થરાદ, થરાદનો નર્મદા પુલ રીએક્ટરોનું વજન ખમી શકે તેમ ન હોવાથી નર્મદાની મુખ્ય કેનાલ ઉપરથી રિએક્ટરો પસાર કરવા માટે બનાવવામાં આવ્યો હતો ચાર કરોડના ખર્ચે હંગામી બ્રિજ, બંને રીએક્ટરોને નર્મદા કેનાલ પાર કરાવી લઈ જવાશે બાડમેરના પચપદ્રા રિફાઇનરીમાં., છેલ્લા એક મહિના થી આ મહાકાય રીએકટરો અહીંયા ઊભા છે તેને જોવા માટે આજુબાજુ ના ખેતરો અને ગ્રામ્ય ના લોકો મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી રહ્યા છે ..