મુડેઠા ગામની સીમમાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં ૫૦ ફૂટ નું ગાબડુ પડતા હજારો લીટર પાણી નો વેડફાડ થયો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ડીસા તેમજ આજુબાજુ ના વિસ્તારમાં પણ છેલ્લા 24 કલાકમાં અવિરત પણે પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં પણ ભારે વરસાદને કારણે 50 ફૂટ જેટલુ ગાબડું પડ્યું છે કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોની જમીન  ધોવાઈ જતા ખેડૂતોને નુકસાન થયું છે, આ અંગે સ્થાનિક ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદના કારણે સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડ્યું છે અને તેના કારણે આજુબાજુ ના ખેતરોની જમીન પણ ધોવાઈ ગઈ છે હજુ પણ  વરસાદ વરસવાનું ચાલુ રહેશે તો ખેડૂતોએ ખેતરોમાં વાવેલ પાક પણ ધોવાઈ જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *