બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજા ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર હેત વરસાવી ને વરસી રહ્યાં છે. આજે બપોર બાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.ત્યારે ગુજરાતમાં આગામી 3 દિવસ મુશળધાર વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગ ની આગાહી ને પગલે ગાજવીજ સાથે વરસાદની પડશે. તેમજ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદ પડશે તેવું પણ હવામાનવિભાગ ના એક્સપર્ટ જણાવી રહ્યા છે . જેમાં બનાસકાંઠા ,કચ્છ,પાટણ ,વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિત ગુજરાત માં પણ અતિભારે વરસાદની આગાહી ને પગલે તંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.