પાલનપુરમાં યુવક પર ચપ્પા વડે હુમલો અગાઉના થયેલ કેસનું સમાધાન કરવાની ના કહેતા ત્રણ લોકોએ કર્યો હુમલો ચપ્પા વડે હુમલો કરી નયન પંચાલ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડતા યુવકને ખસેડાયો સારવાર અર્થે પાલનપુરમાં એક યુવક ઉપર ચપ્પા વડે હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે અગાઉ માં થયેલ કેસમાં સમાધાન કરવાની ના કહેતા ત્રણ યુવકોએ ભેગા મળી હુમલો કરતા નયન પંચાલ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર માં જુના કેસ સમાધાન કરવા એક યુવક ઉપર ચપ્પુના ઘા ઝિંક્યા છે જેમાં 3 વર્ષ પહેલાં ફરદીન ઈલિયાસ ખાન નાગોરી ઢાળ ઉપર પાલનપુર તથા તેની સાથેના ઈસમો નયન પંચાલ સાથે ઝઘડો કરી મારેલ નયન પંચાલે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેનો કેસ હાલ કોર્ટમાં ચાલુ છે જે કેસમાં સમાધાન કરવા માટે છેલ્લા એક વર્ષથી ફરદીન નાગોરી ના પરિવાર ના માણસો પ્રયત્ન કરે છે પરંતુ નયન પંચાલને સમાધાન કરવાનું ન હોવાથી જેથી સમાધાન કરેલ નહી થોડા દિવસ અગાઉ રાત્રિના સમયે નયન પંચાલના માતા મીનાબેન તેમજ ભાઈ યશ પંચાલ ઘરે હતા તે સમયે ફરદીન ના પિતા ઈલિયાસભાઈ અને તેની માતા બન્ને નયન પંચલ ના ઘરે જઈ અને જુના કેશને લઈ સમાધાન નીવાત કરી હતી