દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લાકક્ષાના ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરાશે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કલેકટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે તા. ૧૫ મી ઓગષ્ટ-૨૦૨૨, સોમવારના રોજ સવારે- ૯.૦૦ કલાકે જિલ્લાકક્ષાના ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજ્ય મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, હર્ષ ધ્વની, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જેનું આજે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, કાર્યપાલક ઇજનેર કલ્પેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહીત હાજર રહી આયોજન કરાયું હતું
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લાકક્ષાના ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન કરાશે

Leave a Comment