સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધીક્ષકશ્રી અક્ષય રાજ સાહેબ નાઓએ જુગારના વધુમાં વધુ દારૂના કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.શ્રી કુશલ ઓઝા નાઓના માર્ગદર્શન તળે તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.જે.ચૌધરી નાઓની રાહબરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
આજ રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા ડીસા તાલુકાના નાની આખોલ ગામે આવતા મળેલ ખાનગીરાહે બાતમી હકિકત આધારે આરોપી દશરથસિંહ મોડજી પરમારના ઘરની બહાર આગળ ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂા. ૧૬,૨૩૦/- તથા મોબાઇલ નંગ-૫,કિં.રૂા. ૭,૦૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨, કિં.રૂા. ૦૦/- એમ કુલ કિં.રૂા. ૨૩,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ :-
(૧) વિજયસિંગ ખુશાલસિંગ પરમાર (દરબાર), ઉ.વ.૩૯, ધંધો- ખેતી, રહે.નવાવાસ આખોલ નાની,તા.ડીસા, જિ.બનાસકાંઠા. (૨) દિપકસિંગ મોડજી પરમાર(દરબાર), ઉ.વ.૩૬,ધંધો-ખેતી,રહે.નવાવાસ,આખોલ નાની,તા.ડીસા, જિ.બનાસકાંઠા. (૩) શંકરસિંગ માલસિંહ પરમાર(દરબાર), ઉ.વ.૨૫,ધંધો- ખેતી,રહે.નવાવાસ,આખોલ નાની,તા.ડીસા, જિ.બનાસકાંઠા. (૪) વિક્રમસિંગ નટવરસિંગ પરમાર(દરબાર), ઉ.વ.૩૦,ધંધો- ખેતી,રહે.નવાવાસ,આખોલ નાની,તા.ડીસા, જિ.બનાસકાંઠા. (૫) કરણસિંગ રૂપસિંગ પરમાર(દરબાર), ઉ.વ.૩૫,ધંધો-ખેતી,રહે.નવાવાસ,આખોલ નાની,તા.ડીસા, જિ.બનાસકાંઠા. (૬) દશરથસિંગ મોડજી પરમાર(દરબાર), ઉ.વ.૪૦,ધંધો-ખેતી,રહે.નવાવાસ,આખોલ નાની,તા.ડીસા, જિ.બનાસકાંઠા. (૭) પ્રવિણસિંગ મંગલસિંગ પરમાર, ઉ.વ.૨૫,ધંધો-રીક્ષા ડ્રાઇવર,રહે.નવાવાસ,આખોલ નાની,તા.ડીસા, જિ.બનાસકાંઠા. (૮) બાપુસંગ પુજાજી ઝાલા (દરબાર),ઉ.વ.૨૭,ધંધો- ખેતી,રહે.ઠાકોરવાસ,વિરતા ,તા.મહેસાણા, જિલ્લો – મહેસાણા