વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોરોનાની બીજી લહેરની વચ્ચે માસ્ક વિશે કડક સૂચના આપી છે. જો મહેમાનો ઘરે આવે છે અથવા પબ્લિક ઈન્ડોરમાં રહો છો જ્યાં લોકોની અવરજવર હોય છે તો માસ્ક પહેરવો જરૂરી છે. ચારેય તરફથી બંધ જગ્યા પર છો અને વેન્ટિલેશનની જગ્યા નથી તો પણ તમારા માટે માસ્ક જરૂરી છે.
અગાઉના કેટલાક રિપોર્ટ્સમાં એ વાત સ્પષ્ટ થઈ હતી કે, સેન્ટ્રલ એરકન્ડીશનરથી કોરોનાવાઈરસ ફેલાઈ રહ્યો છે. એટલું જ નહીં, હવાની ઓછી અવરજવરવાળી જગ્યા, કાર અને નાના રૂમોમાં લગાવવામાં આવેલા એરકન્ડીશનરના કારણે કોરોના હવામાં રહે છે અને સંક્રમણ ફેલાવે છે. તેથી નવી ગાઈડલાઈનના અનુસાર, ઘરમાં માસ્ક લગાવવાનું જરૂરી બનાવવામાં આવ્યું છે, ખાસ કરીને પબ્લિક ઈન્ડોર જગ્યા પર. સવાલ-જવાબથી સમજો માસ્ક સંબંધિત WHOની નવી ગાઈડલાઈન…
WHOની નવી ગાઈડલાઈન..
- નવી ગાઈડલાઈનના અનુસાર, સંક્રમણના કેસોને ઘટાડવા માટે માસ્ક ચહેરા પર ફિટ હોવો જોઈએ. તેને ઢીલો ન રાખવો જોઈએ.
- જો તમારું ઘર, સ્કૂલ અથવા સંસ્થાન કોરોનાના રિસ્ક ઝોનમાં છે તો માસ્ક પહેરવો જરૂરી છે.
- એવી જગ્યાએ જ્યાં વધારે અંતરે ફિઝિકલ ડિસ્ટન્સિંગ જળવાય શકે તેમ ન હોય, ત્યાં ઓછામાં ઓછું 1 મીટરનું અંતર રાખવું.
- હાથને સાફ કરવાનું ન ભૂલવું અને કોઈના ચહેરાને સ્પર્શ ન કરો ખાસ કરીને રેસ્પિરેટરી એરિયા.
- જો ઘરે મહેમાન આવે છે તો પણ માસ્ક જરૂરથી પહેરવો.
- જીમમાં એક્સર્સાઈઝ કરતા સમયે માસ્ક પહેરવો જરૂરી નથી પરંતુ ત્યાં વેન્ટિલેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું જરૂરી છે.