અમીરગઢ – ઇકબાલગઢ નજીક આવેલ હોટલ પાસેથી 2 પિસ્તોલ સાથે 1 શખ્સને પકડી પાડતી એસ.ઓ.જી પોલીસ : 2 શખ્સો ફરાર

બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે દેશી બનાવટની પિસ્તોલનું વેચાણ થતું ઝડપી પાડયું છે. એસ.ઓ.જી. પોલીસને અમીરગઢ-ઇકબાલગઢ વચ્ચે આવેલ ખાનગી હોટલ નજીક શુક્રવારે દેશી બનાવટી 2 પિસ્તોલનુંવેચાણ થવાની બાતમી મળતાં એસ.ઓ.જી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી 2 પિસ્તોલ સાથે 1 શખ્સને ઝડપી પાડયો છે. જ્યારે 2 શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે અમીરગઢ પોલીસ વિસ્તારમાંથી દેશી પિસ્તોલ વેચવા આવેલા 1 શખ્સને ઝડપી પાડયો હતોજેમાં એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ સાથે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે અમીરગઢ-ઇકબાલગઢ વચ્ચે આવેલી એક ખાનગી હોટલ નજીક ગેરકાયદેસર વગર પાસ પરમીટની દેશી બનાવટી પિસ્તોલનું વેચાણ થવાનું હોય જે આધારે એસ.ઓ.જી. પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ જણાતાં 3 શખ્સોને પૂછપરછ કરતાં 2 શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા.જેથી એસ.ઓ.જી. પોલીસને શક જતાં 1 શખ્સને ઝડપી પાડયો હતો. શખ્સની તપાસ કરતાં શખ્સ પાસેથી દેશી 2 પિસ્તોલ મળી આવી હતી.એસ.ઓ.જી. પોલીસે 1 શખ્સની અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ધકેલ્યો હતો. અમીરગઢ પોલીસે પૂછપરછ કરતાં પિસ્તોલ સાથે ઝડપાયેલા શખ્સ પોતાનું નામ કમલેશ પ્રભુરામ વિસ્નોઈ(રહે. રાજસ્થાન નો રહેવાસી છે તેવું જણાવ્યું હતું. જયારે 2 શખ્સ નાસી છૂટયા હતા. આ અંગે અમીરગઢ પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી કુલ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *