હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે.જેના કારણે ખેતરો અને મકાનોમાં અનેક ઝેરી જીવજંતુઓ બહાર નીકળતા હોય છે તે મુજબ ડીસા તાલુકાના જેરડા ગામ પાસે હાઇવે પર આવેલ મોંઘસિંહભાઈ ના ખેતરમાં પણ મોડી રાત્રે અજગર દેખાયો હતો. અજગર દેખાતા જ ખેડૂત પરિવાર ભયભીત બન્યો હતો અને તરત જ આજુબાજુના લોકોને જાણ કરી હતી. જેથી આજુબાજુના લોકો પણ તાત્કાલિક મોંઘસિંહભાઈના ખેતરે દોડી આવ્યા હતા.જે બાદ આ સમગ્ર ઘટનાને લઈ ખેડૂતે તાત્કાલિક વનવિભાગ ની ટીમને જાણ કરી અજગર પણ નજર રાખી હતી. આ ઘટનાની જાણ થતા જ ડીસા વન વિભાગના રમેશભાઇ ચૌધરી સહિતની ટીમ તાત્કાલિક ઝેરડા ગામે પહોંચી હતી અને એક કલાક સુધી રેસ્ક્યુ કરી અજગરને સહી સલામત પકડી પાડ્યો હતો. તેમજ અજગર ને થેલીમાં પૂરી જંગલ વિસ્તારમાં સહી સલામત છોડી મૂક્યો હતો. અજગર પકડાયા બાદ ખેડૂત પરિવારે હાંસકારો અનુભવ્યો હતો