ડીસામાં ગતરોજ તા -૦૮/૦૭/૨૦૨૨ ના કોર્ટ પાસે જાહેરમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવે છે જેમાં અઠવાડિયા અગાઉ કિશોરની છેડતી મામલે નોંધાયેલી ફરિયાદમાં જામીન પર છૂટીને આવ્યા બાદ યુવક પર કિશોરીના પરિવારજનોએ જાહેરમાં હુમલો કર્યો હતો હુમલા નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે . . . મળતી માહિતી અનુસાર ડીસામાં એક વેબ ચેનલ ના પત્રકાર ખેતાજી માળી સામે છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. 14 વર્ષીય કિશોરી ને નોકરી આપવાના બહાને ઓફિસમાં બોલાવી છેડતી કરતા તેના પરિવારજનો એ ખેતાજી માળીને ઓફિસમાં ઘુસી માર મારી પોલીસને સોંપ્યો હતો. જો કે ત્રણ દિવસ બાદ ખેતાજી માળી જામીન પર છૂટીને આવ્યા બાદ આજે કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટમાંથી પરત બહાર જઈ રહ્યા હતા તે સમયે બાઈક પર આવેલા અજાણ્યા 4 શખ્સોએ તેમની ગાડી રોકાવી તેના પર હુમલો કર્યો હતો. ધોકા વડે હુમલો કરી ગાડીની તોડફોડ કરી હતી. તેમજ ગાડી માજ બેઠલ ખેતાજી મળીને ધોકા મારતા ગંભીર ઇજાઓ પહોંચાડી શખ્સો નાસી ગયા હતા. બનાવને પગલે આજુબાજુના લોકોએ ઇજાગ્રસ્ત ખેતાજી માળી ને સારવાર માટે ડીસા ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા