સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારને છોડી હવે ચોર ટોળકી ગ્રામીણ વિસ્તારોમાં સક્રિય બની છે, અને એક બાદ એક ચોરીઓની ઘટનાઓ સામે આવી રહી છે.જેમાં વધુ એક ધટના થરાદ ખાતે બનવા પામી છે મળતી માહિતી મુજબ સાંચોર હાઇવે અર્બૃદા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ચોરી ની ધટના સામે આવી છે જેમાં ચોર ટોળકી એ પાંચ દુકાનના તાળા તોડ્યા છે ત્રણ ચોરો સીસીટીવી કેમેરા માં કેદ થયા છે.વેપારી ના જણાવ્યા અનુસાર અંદાજીત એક લાખથી વધુ નો મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા છે ધટના ની જાણ પોલીસ થતા પોલીસ ધટના સ્થળે પહોચી સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથધરી છે.ઉલ્લેખનીય છે કે થોડાક મહિના અગાઉ આ શોપિંગ સેન્ટર માં ચોરી નો બનાવ સામે આવ્યો હતો પરંતુ ગત રોજ ચોરી ના બનાવ ના પગલે થરાદ પોલીસના પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા અનેક સવાલ ઉઠવા પામ્યા છે