પાલનપુર શહેરના વોર્ડ નંબર 5 ધણા સમયથી ગંદકીનું સ્ટેન્ડ પાસે ધરણા યોજ્યાં.

પાલનપુર શહેરના વોર્ડ નંબર 5 મો આવેલ મોટી બજાર થી નાની બજાર જવાના માર્ગ ઉપર નુતન હાઇસ્કુલ અને સીટી હાયર સેકન્ડરી સ્કુલ ની સામે ઘણા સમયથી ગંદકીનું સ્ટેન્ડ બનાવી દેવામાં આવેલ છે જ આસપાસના સમગ્ર વિસ્તારનો ગંદકીનો કચરો ઠાલવવામાં આવે છે કોટ અંદરના વિસ્તારમાં જવાના મુખ્ય માર્ગ પર ગંદકીના ઢગ ખડકાયા છે જેને લઇને સ્થાનિક રહીશો વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ ગંદકીના ઢગલા માં ભૂંડ સૂવર કૂતરા મોટી સંખ્યામાં કચરો તેમજ ગંદકી ખાતા જોવા મળે છે જ્યારે આ ગંદકીના ઢગલા પાસે આવેલ બન્ને શાળાઓમાં નાના ભૂલકા થી માંડીને બારમા સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અસહ્ય દુર્ગંધ મારતી આ જગ્યા પરથી વાલીઓ પોતાના ભૂલકાઓને શાળાએ મુકવા જાય છે બાળકોને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે વિદ્યાર્થીઓના જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઇ રહ્યા છે અવારનવાર નગરપાલિકા કલેકટર તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો નિરાકરણ આવતું નથી જ્યારે ગત રોજ પાલનપુર માઈનોરીટી સેલના પ્રમુખ ઈકબાલ સોલંકી દ્વારા અને પાલનપુર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અંકિતા ઠાકોરની આગેવાનીમાં આ ગંદકીના સ્ટેન્ડ પાસે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા આ કાર્યક્રમમાં સ્થાનિકો પણ જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *