ભર્યા છે જયારે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તો બીજી તરફ ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યુ છે . ભારે વરસાદને કારણે ખેતરોમાં વ્યાપક નુકસાન થવા પામ્યુ છે. હાલ તો બનાસકાંઠા જીલ્લા માં વરસાદે વિરામ લીધો પરંતુ ગઇકાલે 4 ઇંચ વરસાદ થતા ખેતરો પાણી પાણી થયા હતા. ત્યારે આવો જાણીએ હાલમાં ક્યાં કેવી છે સ્થિતિ..જયારે સ્થિતિ ની વાત કરવામાં આવે તો તીર્થ ગામ માં આવેલી UGVCL ની SS ની ઓફીસ માં પાણી જેસે થે તે સ્થિત માં જોવા મળ્યું છે જેમાં તીર્થગામ વિસ્તાર માં પણ પાણી ભરાયું હોવાનું દેખાઈ રહ્યુ છે ત્યારે સવ પુરા ના હરી પુરા પ્લોટ ની વાત કરવામાં આવે તો અંદાજીત આ પરા માં ૫૦ ધરો આવેલા છે જે આપ જોઈ રહ્યા છો તે આ હરીપુરા પ્લોટ ના છે જયાં લોકો ને જીવન જરૂરિયાત વસ્તુ લેવામાં આવવામાં તકલીફ પડી રહી છે અમારી મીડિયા ટીમે ધટના સ્થળે પહોચી ત્યાના લોકો સાથે વાત ચિત કરી હતી.અને લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.સ્થાનિક તંત્ર આ ધરની આજુબાજુ માં ભરાયેલા પાણી ની નિકાલ કરાવે તેમ જણાવ્યું હતું
વાવ મામલદાર દ્વારા કેવા પગલા ભરવામાં આવ્યા?
જયારે અમારી ટીમ વાવ મામલદાર કચેરી પહોચી હતી ત્યારે વાવ ના મામલદાર કે.એચ વાઘેલા એ જણાવ્યું હતું કે સીઝન નો ૨૪૬મીમી વરસાદ પડ્યો છે જયારે વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તાર જેવાકે ડેડાવા ,તીર્થગામ ,અને રામપુરા ભારત માળા પ્રોજેક્ટ વાળા વિભાગ માં પાણી ભરાતા સ્થળ ની મુલાકાત લઇ પાણી નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવી છે હાલ ના તબ્બકે વાવ તાલુકા માં જાન હાની કે માલ હાનીથઇ નથી તેમ જણાવ્યું હતું