સરહદી બનાસકાંઠાના થરાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યું છે. થરાદ પંથકમાં દસ થી આઠ કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે વહેલી સવારથી વરસી રહેલ વરસાદને પગલે રોડ રસ્તાઓ ઉપર 5 ઇંચ પાણી ભરાઈ ગયું છે.જયારે થરાદના નારણદેવી મંદિરથી માર્કેટયાર્ડ જવાના રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં આવેલ મકાનમાં પણ વરસાદી પાણી ભરાયા છે રોડ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચલાવું ખુબ મુશ્કેલ બન્યુંછે.ત્યારે થરાદમાં બસસ્ટેન્ડ વર્કશોપ આગળ હાઇવે પર ફોરલેનની કામગીરીમાં કરાયેલા ખાડામાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.