બનાસકાંઠામાં સાવિત્રીક મેઘમહેર જોવા મળી ધોધમાર વરસાદથી રોડ રસ્તો ઉપર પાણી જ પાણી જોવા મળ્યા

સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે સવારથી જ બનાસકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થઈ જિલ્લામાં સાર્વત્રિક મેઘમેર જોવા મળી એક કલાકથી વરસાદ થાબકતા રોડ રસ્તા ઉપર પાણી જ પાણી…. બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ વચ્ચે જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદની શરૂઆત થઈ છે જિલ્લામાં પાલનપુર,દાતા,અંબાજી,વડગામ દાંતીવાડા,ધાનેરા સહિત પાંથાવાડા પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત પાલનપુર આબુરોડ હાઇવે ઉપર તો ઘૂંટણ સમા પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા તો બીજી તરફ દાંતીવાડા પાંથાવાડા પણ મેઘો મન મૂકીને વરસ્યો પાંથાવાડા માર્કેટ યાર્ડ સામે ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં જોવા મળ્યા જિલ્લામાં હવામાન વિભાગે ત્રણ કલાકની આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીના પગલે હાલ તો વરસાદની શરૂઆત થતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી. જોકે સાર્વત્રિક વરસાદ વરસતા ની સાથે ઠેર ઠેર પાણીના ભરાવ જોવા મળ્યા. તો એક તરફ આબુરોડ પાલનપુર હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા જોકે ધોધમાર વરસાદ હાલતો જિલ્લાના ખેડૂતોમાં હેતની હેલી જોવા મળી એક તરફ વરસાદ ખેંચાતા જિલ્લામાં સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે આ વરસાદ ધરતીપુત્રો માટે લાભદાય સાબિત થશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *