નવસારી જિલ્લાના ખેરગામે કથાકાર પ્રફુલભાઈ શુકલના નિવાસ સ્થાને રવિવારે રાષ્ટ્રીય એકતા સંમેલન યોજાયું હતું. જેમાં રાષ્ટ્રીય લઘુમતી મોરચાના મંત્રી અને કાશ્મીર ના પ્રભારી એમ.કે.ચિસ્તી સાહેબ તથા દેવનારાયણ ગૌ ધામ મોતાના તારાચંદ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં આ અવસરે 108 સાડીનું વિતરણ કરી મનાવતા મહેકાવામાં આવી હતી…/
ભારત દેશ એ સુફી અને સંતોના નામથી આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જેની અખંડદિતામાં વધારો કરતા અનેક સંતો મહંતો અને સૂફીઓ આપણા ભારત દેશની ભૂમિ ઉપર બિરાજમાન થયા છે, અને દરેકનું એકજ સંદેશ છે પ્રેમ અને ભાઈ ચારો દરેક થી રાખો નફરત કડી કોઈના થી નહિ રાખવી આજ કારણ છે કે આજે ભારત કોમી એકતા સાથે પ્રગતિના શિખરે અનેક સિદ્ધિઓ હાસલ કરી રહ્યું છે. જ્યાં આજે આપણો કોઈ પણ ધર્મ હોય પરંતુ પ્રથમિકતા હિન્દુસ્તાન હોવી જોઈએ. જે આજે આપણા દેશને ધાર્મિક એકતાની જરૂર છે. જ્યાં રાષ્ટ્રની એકતા, અખંડીતતા માટે કટિબદ્ધ બની એ – આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી પ્રફુલ ભાઈ શુક્લ અને મુખ્ય અતિથી એવા રાષ્ટ્રીય લઘુમતી મોર્ચાના મંત્રી એમ.કે.ચિશ્તી સહિત મહેમાનોનો માનભેર પરિચય કરાવી એકતા મિલનનો પ્રારંભ કરાવ્યો હતો…
જ્યાં અતિ મહત્વનું છે કે….. નહિ સિખાતા આપસમેં બેર રખના” … આ વાક્યને સાર્થક કરતા રાષ્ટ્રીય લઘુમતી મોર્ચાના મંત્રી એમ.કે.ચિશ્તી કે જેવો બીમારી અને હોસ્પિલમાં દાખલ હોવા છતાં રાષ્ટ્રિય એકતાનો કાર્યક્રમ હોવાથી હોસ્પિટલમાંથી રાજા લઈને સીધા જ ખેરગામ પધારી કોમી એકતાની મિશાલ કાયમ કરી બતાવી હતી. ત્યારે રાષ્ટ્રીય લઘુમતી મોર્ચાના મંત્રી એમ.કે.ચિશ્તીએ રાષ્ટ્રીય એકતા મંચના સ્ટેજ પરથી જણાવ્યું કે હતું કે આઝાદીની શરૂઆત 1857માં થઈ એ પહેલાં 1776 માં સૂફી અને સાધુ સંતોએ આ લડાઇ ની શરૂ આત કરી હતી.
જ્યાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે દેશમાં એકતા નથી એ દેશ તૂટી જાય છે. અને ભારત દેશની વાત કરતા જણાવ્યું હતું કે આપણો ભારત માનવ સંસ્કૃતિ નું ઉદભવ સ્થાન છે. બધાંનું અસલ વતન એ ભારત છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણો જન્મ ભારતમાં થયો. ત્યારે હવે આજના સમયમાં આપણે દરેકે અગરબત્તીની જેમ સળગતા રહીને ખુશ્બુ ફેલાવવાની જરૂર છે, જ્યાં ધર્મના નામે અંધારુ છે ત્યાં દિવડા પ્રગટાવી પ્રેમનો અને ભાઈ ચરા સાથે એકતાનો મજબુત પાયો નાખવાની જરૂર છે. જ્યાં ભારતના પંચ મહાભૂતમાંથી આ શરીર બન્યુ છે ત્યારે આ માટીને દરેકે વફાદાર રહેવું જોઈએ. ત્યારે રાષ્ટ્રીય લઘુમતી મોર્ચાના મંત્રી એમ.કે.ચિશ્તી સહાબે વધુમાં જણાવ્યું હતું કે આત્મા અમર છે અને શરીરનું મૃત્યુ થાય છે. ત્યારે મોક્ષ પ્રાપ્તિ માટે સારા કર્મો જરૂરી છે. તે પણ વાત રાષ્ટ્રીય લઘુમતી મોર્ચાના મંત્રી એમ.કે.ચિશ્તી સહાબે બતાવી હતી જ્યાં રાષ્ટ્રીય એકતાનો દીપ ખેરગામથી પ્રગટ થયો છે તેમાં સહભાગી થવાનું ગૌરવ અનુભવતા અંતમાં તેમણે……………. “ભારત માદર એ વતન,ઝિંદાબાદ ઝિંદાબાદ…”…….. નારા લગાવી દેશ ભક્તિ ઉજાગર કરી હતી. સાથે હિન્દુ મુસ્લિમ સૌએ સંગાથે ઝિંદાબાદ બોલીને રાષ્ટ્રિય એકતા બતાવી હતી. જ્યાં આ પ્રશંગે પદ્મશ્રી ડો.કનુભાઈ ટેલરે પણ પોતાનો રાષ્ટ્રપ્રેમ શબ્દોના સથવારે પ્રસ્તુત કર્યો હતો. જ્યાં મહત્વનું છે કે આ પ્રસંગે 108 ગરીબ બહેનોને તારાચંદ બાપુ તરફથી સાડી વિતરણ કરાયું હતું. ત્યારે રાષ્ટ્રીય એકતાના સંમેલનમાં ,વાંસદા,ધરમપુર, ગણદેવી સહીત મુસ્લિમ સમાજ ના બિરાદરો,ખેરગામ હિન્દૂ યુવા વાહીની, ખેરગામ વોહરા સમાજ , અને બાપાસિતરામ પરિવાર આહવા આંબાપાડા ના આગેવાનો પણ જોડાયા હતા.જ્યાં અંતે વોહરા સમાજ ના મુસ્તાનશીર વોહરા એ આભારવિધિ કરી હતી….