ડીસાના લાલચાલી વિસ્તારમાં સોના-ચાંદીના ઘરેણાંની ચોરી

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.આજે જિલ્લામાં ચોર ટોળકી સક્રિય બની હોય તેમ એક બાદ એક મોટી મોટી ચોરીની ઘટનાઓને અજામ આપી રહ્યા છે.ખાસ કરીને ડીસા તાલુકામાં મોટા ભાગે છેલ્લા 6 મહિનામાં ગુનાહિત ઘટનાઓમાં ચોરી વધી રહી છે.મોટા ભાગે ડીસા તાલુકામાં ચોરી.લૂંટ અને ચિલ ઝડપની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે વધુ એક ચોરીની ઘટના ડીસાના લાલચાલી વિસ્તારમાં બનવા પામી હતી.જેમાં ડીસાના લાલચાલી વિસ્તારમાં રહેતા રમેશભાઈ નાઈ પોતાનું લાલચાલી ખાતે આવેલ મકાન બન કરી પોતાના નવા ઘર ખાતે ગયા હતા.જે દરમ્યાન કોઈ અજાણ્યા શકશો મોકોનો લાભ ઉઠાવી રમેશભાઈના મકાનમાં પ્રવેશ કર્યો હતો.જે દરમ્યાન રમેશભાઈના મકાનમાં તિજોરીને નિશાન બનાવી અંદર પડેલ સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આજે રમેશભાઈ પોતાના નવા મકાનથી પરત લાલચાલી ખાતે આવેલ મકાનને પાછા આવતા પોતાના મકાનમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.જેથી રમેશભાઈએ આ અંગે તાત્કાલિક ડીસા ઉત્તર પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને રામેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *