[ad_1]
Updated: May 9th, 2024
image : Socialmedia
12th Board Result Jamnagar : હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સારું પરિણામ આવ્યું છે.
જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.39 ટકા જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 90.34 ટકા પરિણામ આવ્યું છે. તે જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 95.03 ટકા તેમજ વિજ્ઞાન પ્રવાહનું 88.46 ટકા પરિણામ આવ્યું છે.
જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 7691 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી 7678 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને 13 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જે પૈકી 190 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે 1236 વિદ્યાર્થી એ-2 ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-1 માં 1820 વિધાર્થી અને બી-2 માં 1844 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-1 માં 1327 વિદ્યાર્થી, સી-2 માં 557 વિદ્યાર્થી, ડી-માં 42 અને ઇ-1 માં 01 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા, અને 91.39 ટકા પરિણામ આવ્યું છે.
જામનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1868 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી 1864 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 4 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જે પૈકી 28 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે 252 વિદ્યાર્થી એ-2 ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-1 માં 425 વિધાર્થી અને બી-2 માં 449 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-1 માં 337 વિદ્યાર્થી, સી-2 માં 170 વિદ્યાર્થી, ડી-માં 23 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને 90.34 ટકા પરિણામ આવ્યું છે.
દેવભૂમી દ્વારકા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 348 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી 347 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જે પૈકી 28 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં કોઈ ઉત્તીર્ણ થયા ન હતા, જ્યારે 20 વિદ્યાર્થી એ-2 ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-1 માં 58 વિધાર્થી અને બી-2 માં 76 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-1 માં 86 વિદ્યાર્થી, સી-2 માં 50 વિદ્યાર્થી, ડી માં 10 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને 86.46 ટકા પરિણામ આવ્યું છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3533 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી 3518 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 15 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જે પૈકી 23 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં ઉત્તીર્ણ થયા હતા, જ્યારે 519 વિદ્યાર્થી એ-2 ગ્રેડ સાથે પાસ થયા હતા. ઉપરાંત બી-1 માં 939 વિધાર્થી અને બી-2 માં 987 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે સી-1 માં 630 વિદ્યાર્થી, સી-2 માં 227 વિદ્યાર્થી, ડી માં 18 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને 95.03 ટકા પરિણામ આવ્યું છે.
[ad_2]