બનાસકાંઠા જિલ્લામાં શનિવારે 9 કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં પાલનપુરમાં 5, વડગામમાં 2, ડીસા અને સુઇગામમાં 1-1 કેસ નોંધાયો છે. આ અંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, જિલ્લામાંથી 80 આરટીપીસીઆર સેમ્પલ લીધા હતા. જેમાં 8 પોઝિટિવ આવ્યા છે. જ્યારે 371 એન્ટિન સેમ્પલ લીધા હતા. જેમાં 1 પોઝિટિવ મળી જિલ્લામાં કુલ 9 પોઝિટિવ કેસો નોંધાયા છે.કોરોના કેસો ઘટતાં તંત્રએ રાહતનો દમ લીધો છે.