થરાદ નગર પાલિકા દ્વારા 750 બાકીદારોને નોટીસ આપવામાં આવી

થરાદ પાલિકાને નગરજનો પાસેથી ચાલુ અને પાછલા વર્ષનો ૨.૭૭ કરોડ વેરો વસુલવાનો બાકી નિકલતો હતો. જે પૈકી પાલિકાએ વેરાની વસુલાત ઝડપી કરતા ફેબ્રુઆરીના અંત સુધીમાં રૂ.1,60 કરોડ જેટલી વસુલાત કરી હતી. આથી બાકી નીકળતા વેરા ને લઈને  નગરપાલિકાના ચીફ ઓફીસર પાંચાભાઇ માળીએ લાલ આંખ કરી હતી. જેમાં થરાદ નગરના તમામ કરદાતાઓને માંગણા બિલ મોકલી આપવા છતાં પણ ઉદાસિનતા દાખવતા બાકી કરદાતાઓ વેરાની ભરપાઇ કરતા નથી. આથી તેમની સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 132 અન્વયે નોટીસની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 750 બાકીદારોને નોટીસ આપવામાં આવી છે. જો આવા બાકીદારો પોતાનો વેરો દિન-15 માં ભરપાઈ નહિ કરે તો તેમની મિલકત સીલ-જપ્ત ની કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે ટેલીફોનીક વાતચીત માં જણાવ્યું હતુ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version