
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :દિયોદર (લલિત દરજી)
દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ પાલનપુર તેમજ વિસ્તરણ રેન્જ દિયોદર દ્વારા તાલુકા સ્તરિય ૭૨ મો વન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર નાયબ કલેકટર એમ એમ દેસાઈ ની ઉપસ્થિત માં દીપ પ્રાગટય અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવેલ જેમાં દિયોદર ફોરેસ્ટ વિભાગ દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વર્તમાન સમય વૃક્ષારોપણ વિષે માહિતી આપતા જણાવેલ કે બનાસકાંઠા જિલ્લા ને હરિયાળુ બનાવવા માટે વૃક્ષારોપણ કરવું અને તેનું ઉછેર કરવા આહવાન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર તાલુકા ના દરેક ગામો માં વૃક્ષ ને ઉછેર કરવા માટે એક અભિયાન ચાલુ છે જેમાં હજારો ની સંખ્યા માં વૃક્ષ નું વાવેતર કરી તેની કાળજી રાખી વૃક્ષ ને ઉછેર કરવાનો પ્રયત્ન થઈ રહો છે તે અંગે માહિતી આપવામાં આવી હતી