બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા પંચાયત સામે શિક્ષક પરાગભાઈ અરજણભાઈ ગોહિલ સાથે અંદાજિત નવ વર્ષ અગાઉ બનેલ મારામારી તેમજ લૂંટ ના બનાવ અંગે વાવ પોલીસ મથકે વાવ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૨૩/૨૦૧૫ IPC – ૩૯૭,૩૨૫, ૩૨૩, ૫૦૬(૨), ૪૨૭, ૩૪ મુજબની 7 લોકો સામે ફરીયાદ નોંધી હતી.
જે કેશ 12-04-2024 ના રોજ થરાદ પાંચમા એડી.સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ઉપરોકત તમામ ચર્ચા મુજબ હાલના કામે આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદપક્ષ ભારતીય દંડ સંહીતાની કલમ-૩૯૭, ૩૯૫, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૩૪ મુજબનો ગુનો શંકાના આધારે પુરવાર કરી શકેલ ન હોય રણજીતસિંહ ધનજીભાઈ ગોહિલ, માનસીંગભાઈ ભુરાજી ગોહિલ,ભરતસિંહ ધનજીભાઈ ગોહિલ, નટવરસિંહ ધનજીભાઈ ગોહિલ,ભુરાજી સુજાજી ગોહિલ (મરણ),ધનજીભાઈ સુજાજી ગોહિલ,આંબાજી સુજાજી ગોહિલ (મરણ) તમામ લોકો ને નિર્દોષ ઠેરવ્યા હતા.આ સમગ્ર મામલે ધનજીભાઈ ગોહિલે ખુશી વ્યક્ત કરી હતી.