રોગ નો ભરડો : વાવ રેફરલ હોસ્પિટલમાં ૧૯ દિવસમાં ૬ હજાર કેસો નોધાયા, બેડના અભાવે દર્દીઓ હાથમાં બોટલ લઈ જગ્યાની રાહ જોતા નજરે પડયા

વાવ રેફરલ હોસ્પિટલમાં ૩૦ બેડની સુવિધાને વધારી ને ૫૦ બેડ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી

ગુજરાતમાં બદલાતી ઋતુમાં બનાસકાંઠા જીલ્લા ના સરહદી વિસ્તાર વાવ તાલુકા માં કેટલાંક ગામડાઓ માં ફ્લૂના કેસમાં વધારો થયો છે. લોકો હાલ શરદી, ઉધરસ, તાવ વગેરેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડૉક્ટરો પાસે જે દર્દીઓ આવે છે તેમને શરદી, તાવ, સતત વહેતું નાક, શરીરમાં દુખાવો વગેરે ફરિયાદો હોય છે.

ત્યારે વાવ તાલુકામાં રોગચાળાએ માથું ઉચક્યું છે દિન પ્રતિદિન રોગચાળો વકરી રહ્યો છે ચાલુ માસમાં આજ સુધી માં વાવ રેફરલ હોસ્પિટલમાં છ હજાર જેટલા વાયરલ ફીવર કેસો નોંધાઇ ચૂક્યા છે.વાવ રેફરલ હોસ્પિટલ ત્રીસ બેડ ની હોઈ દર્દીઓ એક બેડ ઉપર બે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો અમુક દર્દીઓ બેડ ખાલી થાય તેની રાહ જોઈ બેઠા હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા.

એક બેડ ઉપર બે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો અમુક દર્દીઓ બેડ ખાલી થાય તેની રાહ જોઈ રહ્યા છે

વાવમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં ૩૦ બેડની સુવિધા છે હાલ વાયરલ ફીવર ના દર્દીઓમાં વધારો જોવા મળતા રોજીંદા ત્રણસો જેટલા દર્દીઓ આવતા હોઈ તેમને બાટલા ચડાવવા બેડ ઓછા હોઈ એક બેડમાં બે બે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ને બેડના અભાવે દર્દીઓ હાથમાં બોટલ લઈ જગ્યાની રાહ જોઈ બેઠા જોવા મળ્યા હતા.

પૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારી અરુણકુમાર આચાર્યે શું કહ્યું…?

પૂર્વ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી વાવ હાઇવે હોસ્પિટલના ડૉ.અરુણકુમાર આચાર્યે જણાવ્યું હતું કે તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે વાયરલ ઇન્ફેક્શન વધારે છે.તેમજ અનનોન વાયરસ હોવાનું પણ જણાવ્યું હતું.જેને લઈને દર્દીઓ ને ખાસ સાવચેતી ના પગલા લેવા જણાવાયુ હતું કે દર્દીઓએ વધારે પાણી પીવું જોઈએ.ભૂખ્યા રહેવું નહિ.ઠંડો ખોરાક ના ખાવો . ફ્રીઝ માં પડેલ ખોરાક ના ખાવો જોઈએ.તડકામાં ઓછા નીકળવું જોઈએ સાથે સારવાર કરાવી જોઈએ તેમ જણાવ્યું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version