ગુજરાત માં દારૂ ની કડક અમલવારી દાવા વચ્ચે બનાસકાંઠા જીલ્લા માં હજુ પણ દારૂ ની હેરાફેરી કરવામાં આવી રહી છે ત્યારે જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા લઇ ધજીયા ઉડતા હોય તેવું દેખાઈ રહ્યું છે જયારે રોજે રોજ દારૂ પકડાવાની ધટના સામે આવી રહી છે આજે જીલ્લા પોલીસ વડા ની સુચનાં હેઠળ lcbપોલીસ પેટ્રોલીગ માં હતી તે દરમિયાન જાણવા મળતી માહિતી અનુસાર બાતમી ના આધારે દરમ્યાન બાતમી હકીકત આધારે એક ઇનોવા ગાડી વળાદર થી ભુરીયા બાજુ આવનાર છે જે આધારે ઇનોવા ગાડી GJ.18.X.0960 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-544/-કિ.રૂ.1,83,016/-તથા ઇનોવા ગાડી નીકિ.રૂ.3,00,000/-તથા મોબાઈલ-2 કી રૂ.10000/-એમ કુલ મુદામાલ કિ.રૂ.4,93,016/-ના મુદ્દામાલ સાથે મળી આવતાં ઇનોવા ગાડી ચાલક (૧) દિનેશ કુમાર બાબુલાલ વિશનોઈ રહે. જેસલા તા. સાંચોર પકડાઇ જઇ તથા (૨) જગદીશભાઈ પ્રતાપારામ વિસનોઈ રહે. માલો કી ધાણી તા ચિતલવાના તથા માલ ભરાવનાર શ્રવણભાઈ ઉર્ફે પ્રકાશભાઇ કુજારામ તથા માલ મંગાવનાર ફિરીજભાઈ અને જયપાલસિંહ વાળાઓઓના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.