દેશ માં અને રાજ્ય માં ધાસ ચારા અનેક જાત વિકસી રહી છે ખેડૂત કે પશુ પાલકો ટૂંકા ગાળા માં થતા પાકો કે પછી રોકડીયા પાકો ના ધાસ ચારો લેવાનું પસંદ કરે છે આવા ધાસ ચારા ની અસર પશુ ઓ નું દૂધ ઉદ્પાદન થાય છે જયારે આવા ધાસ ચારા માં ઝેરી તત્વો હોય છે અને આ ધાસ ચારો પશુ ઓ માટે જીવલેણ સાબિત થાય છે ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા ના સરહદી વિસ્તાર ના સુઈગામ તાલુકા ના જેલાણા ખોરાકી ઝેર ની અસર થતા બનાવ ના પગલે ખાનગી વેટનરી ડોક્ટર અને ગામ લોકો દોડી આવ્યા હતા અને સારવાર શરુ કરવામાં આવી હતી પરંતુ સારવાર ના પગલે અંદાજે ૪૨ ઘેટાં અને ૨ ગાયો મોતને ભેટ્યા હતા અને ૧ ગાય ને બચાવી લેવામાં આવી હતી મૃતક ધેટા અને ગાયો ને ગામ લોકો અને તેના માલિક દ્વારા દફન વિધિ કરવામાં આવી હતી જોકે આ ધટના ને પગલે સમગ્ર જેલાણા ગામમાં અરેરાટી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા એકી સાથે ૪૨ધેટા અને ૨ ગાયો ના મોત થતા પશુધન મોતને ભેટતાં ગરીબ માલધારી પર આભ ફાટ્યું એવો વજ્રાઘાત થયો છે,
પશુ ઓ નું માલિક નું શું કેવું છે? .
અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ પશુપાલક ગરીબ માલધારી રબારી બકાભાઈ કરમશીભાઈ સાથે ટેલીફોનીક વાત ચિત કરી હતી અને તેમના દ્વારા જાણવામાં આવ્યું કે ૨ ગાય અને ૪૧ ઘેટા મ્રત્યુ પામતા અમારા પર આફત આવી છે વધુ માં જણાવ્યું કે આ પશુ માલથી ઘરનુ ગુજરાન ચલાવતા હતા આવા કોરોના કપરા સમય મા તેના પરિવાર ને હવે મોટી આફત આવી છે તો સરકારશ્રી ને વિનંતી કે આ પરિવારને નુકસાન થયુ તેની સહાય આપે