બનાસકાંઠા ના વાવ ખાતે કૃપા આર્ટસ ફાઉન્ડેશન ,મુંબઈ દ્વારા તા 14 મી જૂન 2023 ના રોજ વાવ ગામ ખાતે ગરીબ વિદ્યાર્થીઓને મફત સાયકલ વિતરણનો કાર્ય ક્રમ યોજાયો હતો, જેમાં 300 જેટલી સાયકલો નું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.સંસ્થા ના ચેરમેન કૃપા શાહે વિવિધ સ્કૂલો ની મુલાકાત લીધી હતી.જેમાં શિક્ષકો અને પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરી દૂર થી આવતા ગરીબ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.ભાજપ ગુજરાત અઘ્યક્ષ સી આર પાટીલ ની પ્રેરણાથી સાઈકલ વિતરણ નો કાર્યક્રમ કૃપા આર્ટસ ફાઉન્ડેશન દ્વારા ઉપાડવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે અગાઉ વાવ ગામને સ્વચ્છ બનાવવાનું અભિયાન કૃપા શાહ તથા સંસ્થાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આજે વિદ્યાર્થીઓ ને મફત સાયકલ વિતરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સોમાભાઇ મોદી , સી આર પાટીલ તથા મુખ્યંત્રીને આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ વાવાઝોડા ની સ્થિતિ ને લીધે તેઓ રૂબરૂ હાજર ન રહેતા શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતાં .

આ પ્રસંગે ઉદબોધન કરતાં સંસ્થા ના અધ્યક્ષ કૃપા શાહ એ જણાવ્યું હતું કે…બાળકો કાલ નું અને દેશનું ભવિષ્ય છે,તેમની શિક્ષા ની અડચણો દૂર કરી,તેમને સરળતાથી શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ.તેમને સાયકલ આપીને તેમનો સમય બચે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તથા બચેલા સમય નો તેઓ સદુપયોગ કરી શકે તેવો સંસ્થાનો આશય છે. આ પ્રસંગે કૃપા આર્ટસ ફાઉન્ડેશન તથા મલબાર હિલ બીજેપી સાંસ્ક્રુતિક સેલ અઘ્યક્ષ કૃપાબેન શાહ સહિત ઉમેદદાનજી ગઢવી પૂર્વ મંત્રી બનાસકાંઠા ભાજપ, હરિસિંહજી વેઝિયા પૂર્વ સરપંચ ,ભરતસિંહ સોઢા વાવ સરપંચ, ઠાકરશીભાઈ રબારી ડેપ્યુટી સરપંચ ,પીએસઆઇ એ જી રબારી તથા વાવ જૈન સંઘ અગ્રણીઓ, માના ભાઈ પ્રિન્સિપાલ ,તીર્થધામ, શિક્ષકગણ,અનેક આગેવાનો અને ગામવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ઊપસ્થિત અતિથિ મહાનુભાવો ના હસ્તે સાયકલો નું વિતરણ કરવામાં આવ્યું હતું.