ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગઈકાલે રાત્રે થયેલી ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 જેટલા શ્રદ્ધાળુનાં મૃત્યુ અને 60ને ઇજા થઈ છે. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ચૂકી છે.

મહાકુંભનાં મેળા અધિકારી ડીઆઇજી વૈભવ ક્રિશ્નાએ આજે સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગઈકાલે રાત્રે 1થી 2 વાગ્યા દરમિયાન ભારે ભીડે બેરીકોડ તોડીને ધસી આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી