ગુજરાત વિધાનસભા ની ચુંટણીઓ ની જાહેરાત થઇ ગઈ છે જેને લઈને બનાસકાંઠા જીલ્લા પોલીસ તંત્ર એક્શન મોડ માં જોવા મળી રહ્યું છે જેને લઈને વાવ તાલુકા ના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પોલીસ નું સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં માવસરી પોલીસ ચોકી ગુજરાત ની આંતરરાજ્ય રાજસ્થાન ને અડી ને આવેલું હોવાને લઈને માવસરી થી રાજસ્થાન ને જોડતા તમામ રસ્તાઓ પર પોલીસ તૈનાત કરવામાં આવી રહી છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભા ની ચુંટણી ને લઈને માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માં ૩ જેટલી પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી છે જેમાં માવસરી દૈયપ અને મીઠાવી ચારણ ગામે પોલીસ તેમજ ITBP ના જવાનો દ્વારા રાજસ્થાન થી આવતા જતા વાહનો ની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે