ફાઇલ ફોટો
બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા વિધાનસભા મત વિસ્તાર રાજસ્થાનને અડીને હોવાથી સરકારની સેવામાં થોડી તૂટી રહી જતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ધાનેરા તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં પુરતા ઓરડા બાબતે લોકો દ્વારા રજુઆત કરવામાં આવતા.જેમાં ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં પ્રાથમિક શાળામાં બાળકોને બેસવા માટે પુરતા ઓરડા ન હોવાથી સ્થાનિકો લોકો દ્વારા સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેકટરને બન્ને તાલુકા માટે 175 ઓરડાની ઘટ પુરી કરવા માટે લેખીત માં રજુઆત કરવામાં આવી હતી.જેને પગલે જિલ્લા સંકલ મિટિંગ પણ રજુઆત કરતા આ બાબતે સરકારમાં પણ જાણ કરવામાં આવતા ધાનેરા તાલુકાને 104 ઓરડાઓ અને દાંતીવાડા તાલુકાને 48 ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઓરડાઓ મંજુર થતાં ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં ભંગાર ઓરડાઓ કે શેડ નીચે બેસતા બાળકો માટે આશીર્વાદરૂપ બનશે