બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના 13 કેસ નોંધાયા હતા.જેમાં સૌથી વધુ 8 કેસ ડીસામાં નોંધાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે,‘ડીસામાં 8, પાલનપુર 1, લાખણી 1, દાંતીવાડા 2 અને ભાભરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સમગ્ર જિલ્લામાંથી એન્ટીજન 817 સેમ્પલ લેવામાં આવ્યા હતા.