નવી દિલ્હી : સરકારે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોએ તેનાં કુલ વિકાસ પ્રોજેક્ટ્સમાંથી 90 ટકા કાર્ય પૂર્ણ કર્યા છે, જેનું મૂલ્ય એક લાખ 44 હજાર કરોડ રૂપિયા થાય છે. શહેરોને પ્રોત્સાહન આપવા વર્ષ 2015માં આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સ્માર્ટ સોલ્યુશન્સ દ્વારા નાગરિકોને મુળભુત સુવિધાઓ, સ્વચ્છ અને સાતત્યપૂર્ણ વાતાવરણ પૂરાં પાડવામાં આવે છે અને તેમનાં જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે છે. રાજ્યો અને શહેરો દ્વારા બાકીનાં 10 ટકા પ્રોજેક્ટ્સ પુર્ણ કરવાની માંગણીને સ્વીકારીને મંત્રાલયે મિશનનો સમયગાળો લંબાવીને 31 માર્ચ કર્યો છે.