તા. ૨૧ જૂન-૨૦૨૨ના રોજ ૩૫ ગુજરાત બટાલિયન એન.સી.સી. પાલનપુર તેમજ જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સના એન.સી.સી. કેડેટ્સ તેમજ એન.એસ.એસ તથા યોગ કેન્દ્રના વિદ્યાર્થીઓ તથા એન.સી.સી. ચલાવતી સ્કૂલના કેડેટ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ કેન્દ્રના સંયોજક યોગ શિક્ષક ડો. મિહિરભાઈ દવે તેમજ નિયંતાબેન જોશી દ્વારા સરકારી કોમન યોગા પ્રોટોકોલ મુજબ દરેકને યોગ કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના રજનીભાઈ જોશી તેમજ વિદ્યાર્થીઓ અને લાઇબ્રેરીના વાચકો તેમજ 35 ગુજરાત બટાલિયન એનસીસીના હોદ્દેદારો, કમાન્ડિંગ ઓફિસર શ્રી કર્નલ રાજેશ નવારખેલે, સૂબેદાર મેજરશ્રી રાકેશકુમાર તેમજ પી.આઈ. સ્ટાફ, એન.સી.સી. કેડેટ્સ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇન આર્ટ્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. રમેશભાઈ પટેલ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ તેમજ જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ ખાસ હાજર રહ્યા હતા. આર. આર. મહેતા, સી.એલ.પરીખ કૉલેજના પ્રિ. ડૉ.યોગેશભાઈ, સ્ટાફગણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પ્રિ.ડૉ.એસ. જી ચૌહાણના માગૅદશન હેઠળ જી.ડી.મોદી વિદ્યાસંકુલમાં યોજવામાં આવ્યો હતો.