સરહદી બનાસકાંઠા ના વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં વાવ પોલીસ જવાન ના ખાનગી રાહે પેટ્રોલિંગ દરમિયાન વાવ ટાઉન માં આવેલ માધવ કોમ્પલેક્ષ ની પાછળ ના ભાગે રહેણાક ધરમાં થી પ્રવીણભાઈ ગમજીભાઈ બારોટ ખીમાણા વાસ વાળા એ પોતાના કબ્જા ભોગવટા ગેર કાયદેશર ભારતીય બનાવટ નો અલગ અલગ બ્રાંડ નો વિદેશી દારૂ ની બોટલ નંગ ૫૧ ની તેમજ રોકડ રકમ ,મોબાઈલ સહીત કુલ ૨૪૨૦૦ ના મુદ્દામાલ સહીત પોલીસે કબજો મેળવી આરોપી વિરુધ પ્રોહી.કલમ ૬૫ એએ ,૧૧૬-બી મુજબ કાયદેશર ની કાર્યવાહી હાથ ધરી અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે વાવ શહેર માં અનેક જગ્યાએ દારુ નું ધૂમ વેચાણ ચાલુ છે અને વાવ પોલીસ નાના બુટલેગરો ની જગ્યાએ મોટા બુટલેગરો ને પકડી જેલ ભેગા કરે તેવી લોક માંગ છે