બનાસકાંઠા જીલ્લા માં અફીણ ગાજો તેમજ ચરસ નું સેવન નું પ્રમાણ વધી રહ્યું છે.જેને લઈને જીલ્લા sog ટીમ દ્વારા દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ દરમિયાન દિયોદર તાલુકા ના રૈયા ગામે મકાઈ ના ખેતર માં અફીણ ના છોડ ઝડપી પાડયા છે.જેમાં ખેતર માલિક વાલાભાઇ દેવસીભાઈ ચૌધરી પટેલના ખેતરમાં અફીણના છોડવાઓ સહિત ડૂંડાં 16.200 કિલોગ્રામ કિ. મ. રૂ.1,62000/- નો મુદ્દામાલ અફીણના છોડ અને ડૂંડા મળી આવતા જિલ્લા SOG ટીમે ખેતર માલિક ની અટક કરી NDPS મુજબ નો ગુન્હો નોધી વધુ તપાસ હાથધરી છે