સરહદી બનાસકાંઠા જીલ્લા ના સરહદી તાલુકા ઓ માં છાસ વારે કેનાલ તૂટવાનો કે ઓવરફલો ની ધટના સામે આવતી હોય છે જેમાં કેનાલ ગાબડા પડવાનો શીલશીલો યથાવત રહ્યો છે જાણવામળતી માહિતી અનુસાર વાવ તાલુકા ના તખતપુરા કેનાલ માં સતત ચોથી વાર અંદાજીત ૧૦ ફૂટ નું ગાબડું પડ્યું છે જેમાં વારંવાર કેનાલ માં ગાબડા પડતા લાખો લીટર પાણી નો વેડફાડ થઈ રહ્યો છે છે તો બીજીબાજુ ખેડૂત અર્જુનભાઈ ના ખેતર માં ઉભા પાક એરંડા તેમજ જીરું રાયડુ જેવા પાકો ને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.એક બાજુ છેવાડા ના વિસ્તાર સુધી પાણી નથી પહોચતુ બીજી બાજુ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે કેનાલ ધોવાણ ના નામે અમને કોઈ પ્રકાર ની સહાય નથી આપવામાં આવતી જેવા આક્ષેપો કર્યા હતા. નર્મદા નિગમ ના ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટ ની મિલી ભગત ના કારણે સરહદી પંથક ની કેનાલો માં ગાબડા પડતા ખેડૂતો માં ચિંતા નું મોજું ફરી વળ્યું છે