આજરોજ ડીસાથી અજિત ઠાકોર અને સોનુ બિહારી નામના બે યુવકો બાઈક પર ભીલડી તરફ જઈ રહ્યા હતા. તે સમયે બનાસપુલ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અજાણ્યો વાહન ચાલક બાઈક પર સવાર યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતના પગલે આજુબાજુ માંથી પસાર થતા વાહન ચાલકો ત્યાં ઊભા રહી આ બંને યુવકોને બચાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા . જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકોને બચાવવા માટે 108 એમ્બ્યુલન્સ વાન ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે હતા. ઉલ્લેખનીય છે કે ડીસામાં 24 કલાકમાં બે હીટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક આધેડનું મોત થયું છે અને બે યુવકોને ગંભીર ઈજા પહોંચી છે.