વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારને અનેક પડકારોનો સામનો કરવો પડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ વિવિધ આંદોલન વધી રહ્યા છે. સરકાર સામે અનેક વિકરાળ પ્રશ્નો છે યુવાનો રોજગારી માટે વલખા મારી રહ્યા છે સરકારી પરીક્ષાના પેપરો ફૂટી રહ્યા છે તેની સાથે જ હજારો યુવાનોના સપના તૂટી રહ્યા છે. મોંઘવારીએ માજા મૂકી છે સમાજનો એક વર્ગ એવો છે જેને સાંજે એક ટંક જમવાનું પણ નસીબ થશે કે નહીં તેની ખબર નથી. શિક્ષકો થી લઈને અનેક સરકારી કર્મચારીઓ જૂની પેંશનની માંગ કરી રહ્યા છે તેમ છતાં પણ સરકારના પેટનું પાણી પણ નથી હલતું.નેતાઓ હાઈફાઈ સુવિધા મળે છે તેમજ  પેંશન અને અન્ય લાભો મેળવી રહ્યા છે ત્યારે સરકારી કર્મચારીઓ માટે પેંશન જેવી સ્કીમ બંધ કરી છે તેના માટે રાજ્યના હજારો કર્મચારીઓ જૂની પેંશન યોજના ફરીથી શરૂ કરવા માટે આંદોલન કરી રહી છે. ગુજરાતમાં કર્મચારીઓની સાથે સાથે જે લોકોને પેંશન મળે છે તે પણ સરકાર સામે નારાજ છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓ અનેક વાયદાઓ કરશે અને જુદી જુદી રીતે મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરશે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે રોડ રસ્તાઓ તૂટી ગયા છે. કાયદો અને વ્યવ્યસ્થા જાણે કથળી ગઈ છે. રસ્તા પર રખડતા ઢોરથી લોકો પરેશાન થઇ રહ્યા છે. આવા સમયે સરકારને લોકોની સમસ્યા પર જરા પર રસ ન હોય તેને ફક્ત ચૂંટણી જીતવા રસ હોય તે માટે મોટા મોટા આયોજનો અને કાર્યક્રમો ગોઠવી દેવામાં આવે છે. ચૂંટણી સાથે જ મોટા મોટા ભાષણો આપવામાં આવશે અને લોભામણી જાહેરાત કરવામાં આવશે પરંતુ ચૂંટણી બાદ આ જ વાયદાઓ ભુલાઈ જશે ને ફરીથી સ્થિતિ ત્યાં ને ત્યાં જ થઇ જશે. 

ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા પર પણ સવાલ ઉભા થયા છે છેલ્લા ઘણા સમયથી દીકરીઓ પર હુમલા વધી રહ્યા છે અને આવારા તત્વોને જાણે કોઈનો ડર રહ્યો નથી એમ બેફામ બન્યા છે. શું ચૂંટણી ફક્ત જીતવા માટે હોય છે કે લોકોના મુદ્દા પર કામ કરવા માટે હોય છે ?  તેવા પ્રશ્નો લોકો કરી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષ કરતા પણ આ સરકારનું શાશન છે તેમ છતાં પણ સરકારી શાળાઓ બંધ થઇ રહી છે. સરકારી શાળાઓમાંથી ડ્રોપઆઉટ રેસીઓ વધી રહ્યો છે. આરોગ્ય અને સ્વચ્છતા મામલે ખુબ જ પછાત થતું જઈ રહ્યું છે ત્યારે સરકારે લોકોને સ્પર્ષતા મુદ્દાઓ પર કાર્ય કરવાની જરુરુ છે.

ગુજરાત સરકાર સામે અનેક વિકરાળ પ્રશ્નો 

– ગુજરાત સરકારના કર્મચારીઓની જૂની પેંશન શરુ કરવાની માંગ 

– કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓની સિસ્ટમ બંધ કરીને કાયમી ભરતી કરવાની માંગ 

– સરકારી નૌકરીમાં ફિક્સની નૌકરી બંધ કરીને સીધી ભરતી કરવાની માંગ 

– ગુજરાતમાં વિવિધ સરકારી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને વ્યવસ્થિત રીતે ભરતી પરીક્ષા લેવામાં આવે 

– ખેડૂતોને સમયસર વીજળી મળે અને લોકોના વીજળીના દરમાં રાહત આપવામાં આવે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *