બનાસકાંઠા જિલ્લામાં રવિવારે કોરોનાનો આંકમાં ઘટાડો નોંધાયો હતો.જેમાં બનાસકાંઠામાં રવિવારે કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. પાલનપુરમાં કોરોનાના 03 કેસ, ડીસા, ધાનેરા, થરાદ અને 1 કેસ નોંધાયો હતો.રવિવાર થોડો ઘટાડો થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.રવિવારે જિલ્લામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 3 કેસ નોંધાયા હતા.પાલનપુરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.આ અંગે જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, “હાલ જિલ્લામાં 51 દર્દીઓ જુદા જુદા વિસ્તારની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં 26ની હાલત સ્થિર છે. 19 દર્દીઓ ઓક્સિજન ઉપર, 5 દર્દીઓ બાયપેપ પર જ્યારે 1 દર્દી વેન્ટિલેટર પર છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ
- ઇન્દ્રપ્રસ્થનગર, ડીસા, પુરુષ, ઉં.વ.39
- પ્રગતિનગર ,ધાનેરા, પુરુષ, ઉં.વ.48
- ગોડલવાસ, કુશ્કલ, પાલનપુર પુરુષ, ઉં.વ.64
- પાલનપુર, પુરુષ, ઉં.વ.65
- મલુપુર, થરાદ, પુરુષ, ઉં.વ.39
- પાલનપુર, પુરુષ, ઉં.વ.28