આપણે જ્યારથી ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરતા થયા છે ત્યાર થી અનેક લોકોથી ધ્યાનચૂક થાય અને જો કન્ફર્મેશન કર્યા વગર ગફલતમાં રહ્યા હોય તો કરોડો રૂપિયા ગુમાવવાનો વારો પણ આવ્યો છે , ત્યારે હાલ આપના દેશના અનગિનત લોકોનું નામ ધારણ કરી સમાજના પ્રતિષ્ઠિત લોકોને વોટ્સએપ કે સોસિયલ મીડયાના માધ્યમથી કોલ કરીને છેતરી લાખો રૂપિયા પડાવતી આંતરરાજ્ય રાજસ્થાની ભેજાબાજ ઠગ ટોળકીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડીને ખુલ્લા કરી દીધા હતા..
જોતમારા કોન્ટેક્ટમાં કોઈ મોટા વેપારી છે અથવા હોય અને તમે જ્યાંથી માલ ખરીદતા હોય તે કંપનીનો માલિક બોલું છું કહી તમારી પાસે કોઈ રૂપિયા માંગે તો રૂપિયા આપતા પહેલા સાવધાન થઈ જશો.સ્ક્રીન પર દેખાતા આરોપીઓ મહાઠગ છે જેમાં દશરથ રાજપુરોહિત,દલપતસીંગ ભવરસીંગ વાધેલા ,મોહનસીંગ ગણેયસીંગ રાજપુરોહીત નો સમાવેશ થાય છે કે જેવો તેમના નિવાસસ્થાને ઇલેક્ટ્રિશિયન મંડપ ડેકોરેશન કે જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તરીકેની ઓળખ ધરાવે છે પણ તેઓ ભારતના મહાઠગ છે એવા એમના કારનામા છે.
ભારતના ધનાઢ્ય માણસોના નામનો ઉપયોગ કરી પ્રતિષ્ઠિત સમાજના લોકોનો ડેટા ગુગલ પરથી મેળવી જે સમાજના વ્યક્તિ સાથે ચીટીંગ કરવાનું હોય તે જ સમાજના ધનાઢ્ય માણસના નામથી વોટ્સએપ કોલ કરીને પોતાને ૧ કલાક પુરતી મુંબઈ,દિલ્લી ખાતે રૂપિયાની જરુર છે ટાન્ફર કરાવો પોતે તમને ૧ કલાકમાં રૂપીયા આંગડીયામાં પહોચાડી દેશે ટોકન પેટે પાંચની નોટનો નંબર આપી તેવી વાત કરવાની આગવી કળાથી સામેવાળી વ્યક્તિને આંગડીયા મારફતે દીલ્લી,મુબંઈ જેવા અલગ-અલગ શહેરોમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી પૈસા લીધા બાદ મોબાઈલ ફોન બંધ કરી ચીટીંગ કરી રાજસ્થાની આ રાજપુરોહિત ગેંગના સભ્યોએ હાલ સુધી અનેક લોકોને ભોગ બનાવ્યા છે.