- રાજદીપ એન્ટરપ્રાઇઝ દ્વારા છ વર્ષથી કર્મચારીઓને નથી ચુકવાયુ બોનસ
બનાસકાંઠા જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓ પુરા પાડવાનો કોન્ટ્રાક્ટ છ વર્ષથી રાજદીપ એન્ટરપ્રાઇઝને આપવામા આવ્યો છે ત્યારે આ સમયગાળામાં કર્મચારીઓના પગાર બોનસ લીવ ઓન કેશ અને ડ્રેસ વોશિંગના નાણામાં રાજદીપ એન્ટરપ્રાઇઝ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને કરી નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી.

ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું હતુ કે ગરીબ કર્મચારીઓનું શોષણ અટકાવવા અને એમને પુરતુ વેતન મળી રહે એ માટે નવેમ્બર 2020 થી એસ્ક્રો એકાઉન્ટ મારફતે જ ચુકવણુ કરવાના અને પગાર બોનસ લીવ ઓન કેશ અને ડ્રેસ વોશિંગના નાણા સીધા કર્મચારીઓના ખાતામાં ચુકવવા આરોગ્ય કમિશનર દ્વારા આદેશ કરવા છતાં પણ બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ એજન્સીને બોનસ લીવ ઓન કેસ અને ડ્રેસ વોશિંગના નાણા ચુકવી ભષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા હોવાનો આક્ષેપ રજનીકાંત ભારતીયે કર્યો હતો. વધુમાં જણાવ્યા મુજબ અધિકારીઓની એજન્સીને છાવરવાની નિતીના કારણે કર્મચારીઓને પ્રતિ માસ 1500 રૂપિયા જેટલું નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ બાબતે જો તાત્કાલિક તપાસ કરી કર્મચારીઓના હકના નાણાં પરત નહી ચુકવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ રજનીકાંત ભારતીયએ ઉચ્ચારી હતી