
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : દિયોદર
આજે તા -૧૦/૦૯/૨૦૨૧ ના દિવસે ગણેશ ચતુર્થી ની સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજે દિયોદર ગણપતિ મંદિર ખાતે દિયોદર ગજાનન યુવક મંડળ દ્વારા હવન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશજી સ્થાપના કરી હવન યોજાયેલ આ હવન માં બાબુભાઈ પૂજારી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરી હવન યોજાયેલ જેમાં ભક્તો પણ દર્શન માટે ગણપતિ મંદિર ખાતે પોહચ્યા હતા અને ગણપતિ બાપા મોરિયા નાદ થી મંદિર નું પરીશર ગુંજી ઉઠ્યું હતું…