સરહદી બનાસકાંઠા ના અનેક વિસ્તારો માં ખુલ્લે આમ દારૂ વહેચવામાં આવી રહ્યો છે જેવામાં વાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બૂટલેગરો ને ફોન કરો અને હોમડિલિવરી કરવામાં આવે છેવધુમાં મળતી માહિતી અનુસાર વાવ શહેર ના જાગૃત નાગરિકે નામ ના લખવાની બાયધરી સાથે જણાવ્યું હતું કે વાવ ગામ માં લબરમુછિયા બે બૂટલેગરો વાવ ના હરીપુરા વિસ્તાર થી લઈને વાવ શહેર ના અનેક વિસ્તારો માં ફોન કરો અને હોમડીલી વરી કરી રહ્યા હોય તેમ જણાવ્યું હતું વધુમાં વાવ નું યુવા ધન દારૂ ના નશા ને રવાડે ચઢાવી યુવાનો ની જિંદગી સાથે રમત રમી રહ્યા છે જેથી સત્વરે વાવ પોલીસ આ બૂટલેગરો ની શાન ઠેકાણે લાવે તેવી લોક માંગ છે