ધાનેરા નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2020 થી મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે અને પેમ્લેટ છપાવી લોકોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ દીવાલો પર પણ મોટી મોટી સ્વચ્છ સર્વેક્ષણ ની વાતો કરતી પેન્ટિંગ કરવામાં આવી રહી છે તો ચાલો અમે તમને બતાવીએ મોટી મોટી વાતો કરતી ધાનેરા નગરપાલિકા ની હકીકત ધાનેરામાં જ્યાં જુઓ ત્યાં ગંદકી તેમજ કચરાના થર જોવા મળી રહ્યા છે ધાનેરા જાણે ગંદકીનું સામ્રાજ્ય બની ગયું હોય તેમ લાગી રહ્યું છે તો બીજી તરફ ધાનેરાના શહેરી વિસ્તારમાં રહેતાં લોકો પણ આ ગંદકીથી ક્યાંકને ક્યાંક ત્રાહિમામ પોકારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ધાનેરાના કેટલાક વિસ્તારોમાં તો કચરો લેવા માટે દોડતાં વાહનો દસ દિવસ સુધી પણ ન જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધાનેરા નગરપાલિકા માં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શૈલેષ ચૌધરી જે ક્યારેય સફાઇ બાબતે ધ્યાન ન આપતા હોય તેવું પણ જાણવા મળ્યું છે કોઈપણ લોકો રજૂઆત કરે તો લોકોના ફોન ઉપાડવા માટે પણ આ સેનેટરી ઇન્સ્પેક્ટર જોડે ટાઈમ નથી ..

ધાનેરા નગરપાલિકાના એક વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સેનેટરી ઇન્સ્પેક્ટર શૈલેષ ચૌધરી ને અત્યારે ધાનેરા નગરપાલિકાના વાહનોમાં વપરાતા ડીઝલ માટેનું કામ સોંપવામાં આવ્યું છે તે માત્ર ડીઝલ-પેટ્રોલના કામોમાં જ વ્યસ્ત રહે છે અને સફાઇ બાબતે કોઈ જ ધ્યાન આપતા નથી……. ઊલટા ચોર કોટવાલ કો ડાટે તેઓ ઘાટ ધાનેરા નગરપાલિકા એ ઘડ્યો છે ધાનેરા નગરપાલિકા દ્વારા એક પ્લેટ બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે આ દંડની જોગવાઈ શું છે તે તમે પણ જાણો જાહેર રસ્તા પર ગંદકી માટે વ્યક્તિદીઠ100 રૂપિયા પાણીના વ્યર્થ માટે 500 રૂપિયા કચરો નદી તળાવ કે ખાડી માં નાખવા માટે 100 રૂપિયા બાંધકામના કાટમાળ રોડ પર નાખવો તેમજ રેતી કપચી સિમેન્ટ ઈંટો વગેરે વસ્તુઓ રોડ પર જોવા મળશે તો તે માટે નો દંડ 1000 રૂપિયા અને બીજીવાર કરતાં વધુ વખત જોવા મળે તો તે માટે 10,000 જેટલા જ દંડની નગરપાલિકા જોગવાઈ કરે છે તો હવે અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે દ્રશ્ય જોઇને તમે પણ ચોંકી જશે આ છે ધાનેરા નગરપાલિકા પ્રમુખ કમળાબેન નાઈ ના ઘર પાસે ના દ્રશ્યો કે નગરપાલિકાનો જ રોડ તોડીને કાટમાળ રોડની વચ્ચોવચ નાખવામાં આવ્યો છે તેનાથી થોડા જ આગળ જઈએ તો ત્યાં રેત સિમેન્ટ ઈંટો જેવી સામગ્રી પણ રોડની વચ્ચોવચ પડી છે તો તે માટે નો દંડ કોણ ભરશે તે પણ એક મોટો સવાલ છે ધાનેરા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા જતાં વાહનો ન મુકતા લોકોએ કચરો ક્યાંના ખવો તે જ એક મોટો સવાલ ઉભો થયો છે નગરપાલિકા ધ્વરા લોકો માટે કરવામાં આવેલી દંડ ની જોગવાઈ નગરપાલિકા ને લાગુ પડે કે નઈ તે પણ એક મોટો સવાલ છે આ તમામ બાબતોને લઇ લાગતા વળગતા અધિકારીઓ જાગે અને ધાનેરાના લોકોની મુશ્કેલી દુર કરે તેવી ધાનેરા વાસીઓ ની માંગ છે
