આજકાલ ઘણા કિસ્સાઓ પ્રેમ નાં નામે એવા સાંભળતા હશો કે એક પ્રેમી એ બીજા પ્રેમી ઉપર એસિડ ફેંક્યું અથવા દવા પી લીધી અથવા મર્ડર કર્યું પરતું શું ક્યારેય મન માં વિચાર્યું છે કે શું ખરેખર આ પ્રેમ છે ??? શું આપણે કોઈક બીજ જ વસ્તુ ને તો પ્રેમ સમજી ને નથી બેસી ગ્યાને આ જ વાત ને ખુબજ સરસ રીતે આપણે સમજીશું કે ખરેખર પ્રેમ શું છે પરમ ભાવ કે પછી પાંચ મિનિટ નો નશો.
૫૦૦૦ વર્ષ પેહલા શ્રી કૃષ્ણ એ ખુબજ સરસ રીતે પ્રેમ ને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ આકર્ષણ , મોહ અને પ્રેમ વચ્ચે ની પાતળી રેખા ઓળંગાય ગઈ તેના પરિણામે આપણે પ્રેમ નું અદભૂત અને દિવ્ય રૂપ ભૂલી ગયા અને તેના બદલે આપણે આકર્ષણ અને કામ ને જ પ્રેમ માની લીધો પરંતુ પ્રેમ છે એ ખુબજ નિસ્વાર્થ અને દિવ્ય ભાવ છે આપણે અત્યારે instagram અથવા Facebook નાં માધ્યમ થી કોક સાથે આકર્ષણ રૂપે જોડાઈ છીએ એને i love you કહી દઈએ છીએ પરતું એક વાત યાદ રાખજો પ્રેમ કરવો પડતો નથી કે થતો નથી એ શાશ્વત ભાવ છે જેવી રીતે પૃથ્વી નો સમુદ્ર સાથે આકાશ નો ધરતી સાથે અને માતા નો તેના સંતાન સાથે આ છે દિવ્ય પ્રેમ નું સ્વરૂપ પરતું આપણે તો સેક્સ , કામુકતા ને પ્રેમ માની બેસીએ છીએ પરતું મિત્રો પ્રેમ વિશ્વ ઊર્જા છે તેને સમજવી ખુબજ જરૂરી છે …