હવે હવા દ્વારા પણ પીવાનું પાણી જનરેટ કરવામાં આવી શકે છે. આ માત્ર કલ્પના નથી. ઈઝરાયલની કંપની Watergenએ તેના માટે એક મશીનને ભારતમાં રજૂ કરી દીધું છે. તેના માટે કંપનીએ SMV Jaipuria Groupની સાથે પાર્ટનરશીપ કરી છે.
આ પાર્ટનરશીપથી કંપની Atmospheric Water Generators પ્રોડક્ટ્સને કેટલીક કેટેગરીમાં ભારતમાં રજૂ કરશે. આ મશીન એમ્બિયંટ એયથી મિનરલાઈઝ્ડ, સેફ ડ્રિંકિંગ વોટર ક્રિએટ કરે છે. કંપનીનું કહેવું છે કે, ઓપરેશન સ્ટાર્ટ થયાના એક વર્ષની અંદર તેઓ મેન્યુફેક્ચર યૂનિટને ભારતમાં લોન્ચ કરશે. કંપનીએ Watergen પ્રોડક્ટ્સના વાઈડ રેંજ પણ બતાવ્યું. તેમાં Genny, Gen-M1, Gen-M Pro અને Gen-L સામેલ છે. આ પ્રોડક્ટ્સની કેપીસિટી 30 લીટરથી લઈને 6,000 લીટર પ્રતિદિન સુધીની છં. કંપનીએ હાલ કિંમત અંગે કોઈ જાણકારી આપી નથી. માનવામાં આવી રહ્યું છે કે, તેની કિંમત 2.5 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. કંપનીએ જણાવ્યું કે, પ્રોડક્ટ્સ સ્કૂલ, હોસ્પિટલ, પાર્ક, ઘર, ઓફિસ, રિઝોર્ટ, કંસ્ટ્રક્શન સાઈટ્સ, ગામ, રેસિડેન્સિયસ બિલ્ડીંગ અને બીજા સ્થળ પર ઘણું કામ આવશે. જ્યાં પણ ડ્રિંકિંગ વોટરની જરૂરત હોય છે. તે હવામાં ઉપસ્થિત નમીનો ઉપયોગ પાણી બનાવે છે. આ ડિવાઈઝમાં પ્લગ એન્ડ પ્લે ટેક્નોલોજી આપવામાં આવી છે. તેનાથી તમે કોઈ પણ સ્ટાંન્ડર્ડ ઈલેક્ટ્રિસિટી કનેક્શન અથવા કોઈ અલ્ટરનેટિવ એનર્જી સોર્સની સાથે ઈન્સ્ટોલ કરી શકે છે. આ પ્રોડક્ટને રજૂ કરવાના પ્રસંગ પર Watergen Indiaના CEO Maayan Mullaએ જણાવ્યું કે, તે બધા માટે સેફ મિનરલાઈઝ્ડ ડ્રિંકિંગ વોટર ઉપલબ્ધ કરાવવા ઈચ્છે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, પેટેંટ GENius ટેક્નોલોજીથી તેઓ ભારતમાં ઈન્ડસ્ટ્રીયલ અને કન્ઝ્યુમર ડિમાંડને વધુ સારી વોટર ક્વોલિટીથી પૂરી કરવા ઈચ્છે છે. SMV Jaipuria Group ના ડાયરેક્ટર Chaitanya Jaipuriaએ જણાવ્યું કે, ભારતમાં વધુ પડતા લોકોને ક્લીન અને નેચરલ વોટર એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ ઈનોવેટિવ ટેક્નોલોજી તેમના માટે ગેમ ચેન્જિંગ સોલ્યૂશન બનશે.