યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :બનાસકાંઠા
થરાદના મોરથલમાં સોમવારે બે પરિવારો વચ્ચેની અગાઉના આડાસંબંધના મનદુઃખ (અદાવત) નો ઝગડો વહેલી સવારે જીવલેણ હથીયારો વચ્ચેની મારામારીમાં એક યુવકનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધાનેરા અને પાલનપુરની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. થરાદના ઈંચાર્જ પીઆઇએ દોડી જઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે થરાદ તાલુકાના મોરથલ ગામના ઝવેરભાઇ કરશનભાઇ અને ભુરાભાઇ કરશનભાઇના પુત્રો (બે પરિવારો) વચ્ચે સોમવારની સવારના સુમારે સામાન્ય

બાબતે બોલાચાલી થવા પામી હતી. જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જીવલેણ હથિયારો વડેની મારામારીમાં થઇ હતી. જેમાં ચાર વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. આ અંગે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં ધાનેરા અને થરાદની ૧૦૮ના પાયલોટ રજનીકાંત રાવલ અને રાજુભા વાઘેલા તથા ઇએમટી ભરતભાઇ ચૌધરી અને અશોકભાઇ સાધુ દોડી આવ્યા હતા. અને લોહિયાળ ઇજાગ્રસ્તોને ધાનેરાની સરકારી હોસ્પીટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ કરાતાં થરાદના ઈંચાર્જ પી.આઇ. સાહેબખાન ઝાલોરી પોતાના સ્ટાફ સાથે દોડી ગયા હતા અને વધુ તજવીજ હાથ ધરી હતી.