વિજયભાઈ રૂપાણી દ્વારા બનાસકાંઠા માં વિવિધ યોજનાઓ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ..

આજ રોજ બનાસકાંઠા જિલ્લાના નાગરિકો માટે  241.34 કરોડના ખર્ચે તૈયાર થયેલ “સીપુ જૂથ સુધારણા યોજના” નું ખાતમુહૂર્ત ગુજરાત ના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જીએ ધાનેરા ખાતે કર્યું… આ પ્રસંગે ડીસા ના વિકાસ પુરુષ, જુઝારુ, હિન્દુ રહ્દય સમ્રાટ ધારાસભ્ય શ્રી શશીકાંતભાઇ પંડ્યા જી સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા…આ કાર્યક્રમ માં બનાસવાસીઓ સોશિયલ ડિસ્ટન્સ અને માર્સ્ક માં જોવા મળ્યા હતા ..અને કોરોના ને લઇ લોકો જાગૃત બન્યા હતા .. મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું હતું કે ખાતમુહૂર્ત પણ અમે કરીયે છીયે અને લોકાર્પણ પણ અમે કરીયે છીયે. કોરોનાના સંક્રમણકાળમાં પણ ગુજરાતની વિકાસ યાત્રાને અટકવા દીધી નથી. બનાસકાંઠા જિલ્લાના લોકોએ ભૂતકાળમાં પાણી માટે અપાર મુશ્કેલીઓ વેઠી છે પરંતુ રાજ્ય સરકારની પ્રજા કલ્યાણ માટે વિવિધ યોજનાઓને લીધે બનાસકાંઠામાં પીવાના પાણીની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. બનાસકાંઠા જિલ્લામાં છેવાડાના વિસ્તારો સુધી ઘેર ઘેર (નળ થી જળ) અભિયાન દ્વારા પાણી આપવામાં આવશે. આ યોજનાથી ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના ગામો અને ધાનેરા શહેરની જનતા ને પીવાનો શુદ્ધ પાણી મળશે… પાણીદાર બનાસકાંઠા માટે પ્રધાનમંત્રી શ્રી તથા મુખ્યમંત્રી શ્રી ને બનાસવાસિયો ખુબ ખુબ આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *